Abstract
ભારતીય જ્ઞાનપરંપરાના સંદર્ભમાં અહીં મરસિયા વિશે વિસ્તૃત માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોકસાહિત્યના વિવિધ સ્વરૂપોમાં એક મહત્ત્વનું સ્વરૂપ એટલે લોકગીત. વિવિધ સાહિત્યકારોએ પોતપોતાના મત મુજબ લોકગીતોનું વર્ગીકરણ કર્યું છે અને તેના પ્રકારો આપ્યા છે, જેમાં હાલરડાં, ગોરમાનાં ગીતો, લગ્નગીતો, રાંદલનાં ગીતો, તુલસી વિવાહનાં ગીતો, ઉત્સવ-મેળાનાં ગીતો, રાસ/રાસડા, ગરબા/ગરબીઓ, સંતવાણી/ભજન અને મરસિયાનો સમાવેશ થાય છે. આ દસ પ્રકારોમાંથી અહીં મરસિયા વિશે વાત કરવામાં આવી છે. ભારતીય સંતો, ઋષિમુનિઓ, ચિંતકો અને સમર્થ સાહિત્યકારોએ મૃત્યુ સંદર્ભે અનેક વાતો કરી છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે — એ સનાતન સત્ય છે, પરંતુ આત્મા અમર છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવીને આત્માની અમરતા, દેહની નશ્વરતા અને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો હતો. માનવજીવનની નશ્વરતા શાશ્વત હોવા છતાં વ્યક્તિ દુન્યવી મોહમાયાને કારણે સંબંધોની માયાજાળમાં ફસાય છે, અને સ્વજનની વિદાય તેને ખટકે છે. આ પરંપરા માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પણ વિશ્વના બધા દેશો, વિવિધ ભાષાઓ અને પ્રજાઓમાં દૃષ્ટિગોચર થાય છે — ભારતીય જ્ઞાનપરંપરાના સંદર્ભમાં આ વિષય સાર્વભૌમ અને સનાતન જણાય છે. પ્રસ્તુત લેખમાં મરસિયાનો અર્થ, વ્યાખ્યા, વિવિધ સાહિત્યમાંનાં વિલાપકાવ્યો તથા મરસિયાનાં વિષય-વૈવિધ્યની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
Keywords
Authors
- ભાવિનકુમાર અજીતભાઈ ગઢવી(corresponding author)
Postgraduate Gujarati Department, Sardar Patel University, Vallabh Vidyanagar, Gujarat, India, India
How to cite
ગઢવી, ભ. અ. (2026). ભારતીય લોકસંસ્કૃતિની મૂલ્યવાન સરવાણી: મરસિયા. Viśvasaṃvid, 1(1), 71-88.
